હળવદમાં હવે બાળાઓ પણ સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે. હળવદનાં બાપા સીતારામની મઢુલી પાસે એક હવસખોર ઈસમ દ્વારા સગીરાનું બાવડું પકડી શારીરીક અડપલા કરી તેમજ બીભત્સ માંગણી કરી છેડતી કરતા ભોગબનનાર સગીરાનાં માતા દ્વારા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદમાં રહેતી દેવીપુજક જાતિની એક સગીરા ગત તા.૦૧/૦૧/૨૦૨૪ ના રોજ બાપા સીતારામની મઢુલીની બાજુમા આવેલ તલાવડીની સામે આવેલ હીરાવાડી પાસેથી પસાર થઇ રહી હતી. ત્યારે અરજણભાઈ ઉર્ફે અજો જીવરાજભાઈ નામના ઈસમે સગીરાનું બાવડુ પકડી શારીરીક અડપલા કરી તેમજ બીભત્સ માંગણી કરી છેડતી કરતા સમગ્ર મામલે સગીરાનાં માતા દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.