Wednesday, January 8, 2025
HomeGujaratમોરબીમાં પાંચ વર્ષની બાળકીના અડપલાં કરી મોતને ઘાટ ઉતારનાર નરાધમ વિરુદ્ધ નોંધાઈ...

મોરબીમાં પાંચ વર્ષની બાળકીના અડપલાં કરી મોતને ઘાટ ઉતારનાર નરાધમ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

મોરબીમાં એક હચમચાવી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ન્યુ રોયલમાં ટાઈલ્સના સેમ્પલ લેવાનુ કામ કરતા એક નરાધમે પાંચ વર્ષની બાળાને ફેકટરીના ગોડાઉનમાં લઇ જઇ શારીરિક અડપલા કરતા બાળકીએ આવાઝ કર્યો હતો. જેને લઈ નરાધમે બાળકીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બાળકીના પિતા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના લખધીરપુર રોડ, ન્યુ રોયલ સીરામીક, લેબર કવાર્ટરમાં, ઘુટુ ગામની સીમમાં રહેતા મૂળ ઉતરપ્રદેશના ઇકરાન ઇરસાદખાન અબાસી નામના યુવકની પાંચ વર્ષની દીકરી ઝારાને ન્યુ રોયલમાં ટાઈલ્સના સેમ્પલ લેવાનુ કામ કરતા રવિભાઇ મનસુખભાઇ મેંદપરા નામના શખ્સે કોઇ લાલચ આપી, ન્યુ રોયલ ફેકટરીના ગોડાઉનમાં લઇ જઇ, ઝારાના શરીરે અડપલા, ચેન-ચાળા કરતા, ઝારાએ અવાજ કરી દેકારો કરતા, કોઇ રીતે ઝારાને ઈસમે મારી નાખી મોત નિપજાવતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!