વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે સહકારી મંડળીના પ્રમુખપદની વરણીની બેઠક દરમિયાન બે પક્ષો સામસામે આવી ગયા હતા ત્યારે વાતાવરણ ઉગ્ર બની જતા બંને પક્ષોના સભ્યો દ્વારા સામસામે મારમારી ચાલુ થઈ ગયી હતી ત્યારે બેકાબુ થયેલ એક પક્ષના સભ્યોએ સહકારી મંડળી બહાર પાર્ક કારેલ કારમાં નુકસાની કરી કારમાં આગ લગાડી ચાંપી દેતા આગ બળીને ખાક થઈ ગયી હતી જે અંગે આરોપી એવા એક મહિલા સહિત ૭ સભ્યો સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા દેવકુભાઇ જગુભાઇ ધાધલ ઉવ.૪૪ એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી હિરૂબેન ધીરૂભાઇ રાઠોડ, રોહીતભાઇ ભગાભાઇ સાંકળીયા, વનરાજભાઇ ધીરૂભાઇ રાઠોડ, ગોપાલભાઇ છગનભાઇ રાઠોડ, રમેશભાઇ ઉર્ફે ખડો બાબુભાઇ ભુસડીયા, પ્રકાશભાઇ તેજાભાઇ સાકરીયા, વિનુભાઇ કેશાભાઇ ભુસડીયા રે.બધા મેસરીયા તા.વાંકાનેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા. ૨૨/૦૭ના રોજ મેસરીયા ગામે મેસરીયા જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખપદની વરણી માટેની મીટીંગમાં મતદાન બાબતેના મનદુ:ખના કારણે બનેલ મારામારીના બનાવનો ખાર રાખી ઉપરોક્ત આરોપીઓએ એક સંપ કરી ગેરકાયદેસરની મંડળી રચી દેવકુભાઈ ધાધલની મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૧૩-એએમ-૮૮૫૨ વાળી ગાડીમાં પથ્થરથી તોડફોડ કરીને ગાડી ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આખી ગાડી સળગાવી દઇ કી.રૂ.૪,૦૦,૦૦૦/-નું નુકસાન કર્યું હોવાની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તમામ આરોપીઓની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.