Tuesday, June 17, 2025
HomeGujaratમોરબીના જેતપર ગામે માટી નાખવા મામલે ભીલ પરિવારને ઘરમાં ઘૂસી ધમકી આપનાર...

મોરબીના જેતપર ગામે માટી નાખવા મામલે ભીલ પરિવારને ઘરમાં ઘૂસી ધમકી આપનાર છ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

માથાભારે શખ્સો દ્વારા ઘરે આવી ધમકી આપતા ડરી ગયેલ પરિવારે પોલીસ ફરિયાદ કરી.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા ખેડૂત પરિવારને બે કારમાં આવેલ છ જેટલા શખ્સો દ્વારા જમીનમાં માટી પુરણના કામમાં માટી નાંખવાનો ખોટો આક્ષેપ કરી ઘરમાં ઘુસી ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપનાર કુલ ૬ માથાભારે શખ્સો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મોરબી તાલુકાના જેતપર ગામે ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા નવઘણભાઈ વેલાભાઈ ભીલ ઉ.૪૦ વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકે પોતે અને પોતાનું પરિવાર ભયમાં જીવવું પડી રહ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તા.૧૬/૦૬ના રોજ બપોરના એક વાગ્યાના આસપાસ પહેલાં નવઘનભાઈને અજાણ્યા નંબરથી અને બાદમાં ત્રાજપરના પારસ કોળીનો ફોન આવ્યો હતો, જેમાં સાપર ગામ પાસેની હોટલમાં માટી પુરવાના કામ બાબતે શંકા વ્યક્ત કરી કહેવામાં આવ્યું કે “તમે કેમ માટી ખાલી કરો છો?” ત્યારે ફરિયાદી નવઘણભાઈએ ‘તેઓએ માટી નાખી નથી, કદાચ બીજાએ નાખી હોય’ તેમ કહ્યું હતું. જે બાદ નવઘણભાઈ ઘેર પાછા ફર્યા, ત્યારે સફેદ કલરની વેન્યુ જીજે-૩૬-એજે-૯૩૭૯ અને સફેદ સ્વીફ્ટ કાર ઘર આગળ આવી હતી. વેન્યુમાંથી પારસ કોળી લાકડાનો ધોકો લઇ ઉતર્યા અને તેના સાથે બે અજાણ્યા શખ્સો હતા. સ્વીફ્ટમાંથી હિન્દી ભાષી બદરી ભાટીયા પણ લાકડાનો ધોકો લઇ ત્રણ અજાણ્યા માણસો સાથે ઉતર્યા હતા અને ગાળો આપી ધમકી આપી કે “આ વિસ્તારમા તમને કામ કરવા દેવું નથી” અને કહ્યું કે “અમે રાખેલું કામ છે, તમે કેમ આડા આવો છો?” જેથી ફરી નવઘણભાઈએ સ્પષ્ટતા કરતા કહ્યુ કે અમે માટી નાખી નથી, ત્યારે ઉશ્કેરાયેલ તમામ શખ્સોએ ગાળો આપી ધમકી આપી કે હવે કામમાં આડા આવશો એટલે હાથ-પગ ભાંગી નાખીશું.” તુરે દેકારો થતા આજુબાજુના લોકો એકઠા થતા તમામ શખ્સો ચાલ્યા ગયા હતા, જે બાદ ડરી ગયેલ પરિવાર દ્વારા તાલુકા પોલીસ મથકમાં આરોપી પારસ કોળી, બદરી ભાટીયા હિન્દીભાષી બન્ને રહે.ત્રાજપર તથા ૪ અજાણ્યા એમ કુલ ૬ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!