Friday, January 10, 2025
HomeGujaratમોરબીની પરિણીતા સાથે ઘરકામ બાબતે અવાર નવાર મારકુટ કરતા પતિ તથા સાસુ-સસરા...

મોરબીની પરિણીતા સાથે ઘરકામ બાબતે અવાર નવાર મારકુટ કરતા પતિ તથા સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મહિલાઓને સમાન અધિકારો આપવાના બણગા ફુંકવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કંઇક જુદી જ છે. ફરીથી મહિલાઓની સલામતી માટેની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે મોરબીમાં રહેતી એક પરિણીતાએ મોરબી મહીલા પોલીસ મથકમાં તેના પતિ સહિતના સાસરિયાંઓ સામે ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં મચ્છુનગર રફાળેશ્વર ખાતે રહેતી મૂળ ચોટીલાની સેજલબેન નંદલાલભાઇ સોલંકી નામની પરણિત મહિલાને તેના પતિ – નંદલાલભાઇ મંગાભાઇ સોલંકી, સસરા – મંગાભાઇ સોલંકી તથા સાસુ – રૂપાબેન મંગાભાઇ સોલંકી (રહે-લાખણકા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર) ઘરકામ બાબતે અવાર નવાર મારકુટ કરી ગાળો આપી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોય જેનાથી કંટાળી પરિણીતાએ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!