Thursday, January 30, 2025
HomeGujaratમોરબીના બરવાળા ગામે વીજ કર્મચારીની ફરજમાં રુકાવટ કરી હુમલો કરનાર વિરુદ્ધ ફરિયાદ...

મોરબીના બરવાળા ગામે વીજ કર્મચારીની ફરજમાં રુકાવટ કરી હુમલો કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

વીજ-બીલની લ્હેણી બાકી રકમની યાદી માટે ગયેલ વીજ કર્મચારીને બે-ત્રણ ફડાકા ઝીકયા

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના બરવાળા ગામે વીજ કર્મચારીને અપશબ્દો આપી માર મારવાની ઘટના સામે આવી છે, જેમાં બાકી વીજ બીલની યાદી માટે ગયેલ પીજીવીસીએલના બે કર્મચારીઓને ગ્રાહકના ઘરના સભ્ય દ્વારા ગાળો આપી પીજીવીસીએલ આસી.લાઈનમેન કર્મચારીને બે-ત્રણ ફડાકા માર્યા હતા, હાલ વીજ કર્મચારીની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી સામે જાહેર સેવકની ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ મૂળ સરવડ ગામ તા.માળીયા(મી) ના વતની હાલ મોરબી હળવદ રોડ ઉપર હરિઓમ પાર્કમાં રહેતા સંજયભાઇ કેશવજીભાઇ વિલપરા ઉવ.૪૫ પીજીવીસીએલ નાની વાવડી સબ ડિવિઝનમાં આસી.લાઇનમેન તરીકે ફરજ બજાવે છે, ત્યારે ગઈ તા.૨૧/૦૧ના રોજ ફરજ દરમ્યાન સંજયભાઈ તથા વિધુત સહાયક કનુભાઇ મોધાભાઇ મનાત બન્ને જણા મોરબી તાલુકાના બરવાળા ગામ ગ્રાહક જીવણભાઇ દેવાભાઇના ઘરે વીજ બીલ રૂ.૧૬૦૫/-બાકી હોય જેથી તેઓના ઘરના ઝાપા પાસે ગયા હતા. જ્યાં જીવણભાઇ દેવાભાઇ હાજર ન હોય પરંતુ તેમનો પુત્ર આરોપી રણછોડભાઇ ઉર્ફે લાલો જીવણભાઇ ખાંભલા રહે.બરવાળાવાળો હાજર હોય તેને બીલની બાકી રકમ બાબતે વાત કરતા તેને સારૂ નહી લાગતા ફરીયાદી સાથે ઉગ્ર અવાજથી કહેવા લાગેલ કે ‘તમારે બીલ લેવાનો સમય થઇ ગયો છે ?’ તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી સંજયભાઈને બે-ત્રણ ફડાકા મારી દીધા હતા. ફરીયાદી સંજયભાઈ સરકારી કર્મચારી હોવાનુ જાણતા હોવા છતા આરોપીએ વીજ કર્મચારીને માર મારી જાહેર સેવકની ફરજમા રૂકાવટ કરી હતી હાલ પોલીસે આરોપી રણછોડ ઉર્ફે લાલો જીવણભાઈ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!