Wednesday, October 9, 2024
HomeGujaratમોરબીના ઘુંટુ રોડ ઉપરથી સીરામીક કર્મચારી પાસે લિફ્ટ માંગી બાઈક તથા મોબાઇલની...

મોરબીના ઘુંટુ રોડ ઉપરથી સીરામીક કર્મચારી પાસે લિફ્ટ માંગી બાઈક તથા મોબાઇલની લૂંટ ચલાવતા અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

મોરબીમાં દિન પ્રતિદિન ગુનાહિત પ્રવૃત્તિનો આંક વધવા પામ્યો છે, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુને વધુ કથળતી જતી હોય તેવા ઉપર છાપરી બનાવો બનતા સામાન્ય લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે વધુ એક બનાવમાં ઘુંટુ રોડ ઉપર સીરામીક કારખાનામાં નોકરી પુરી કરી બાઈક ઉપર આવતા આધેડ પાસે એક અજાણ્યા શખ્સે મોરબી જવું છે તેમ કહી લિફ્ટ માંગી પાછળથી અન્ય બાઇકમાં આવેલા બે શખ્સ સહીત ત્રણેય આરોપીઓએ આધેડને માર મારી તેની પાસેથી બાઈક તથા ખિસ્સામાં રહેલ મોબાઇલની લૂંટ ચલાવી અજાણ્યા ત્રણેય આરોપીઓ અંધારામાં નાસી ગયા હતા.

- Advertisement -
- Advertisement -

સમગ્ર લૂંટના બનાવની મળતી માહિતી અનુસાર મોરબી સામા કાંઠા વિસ્તારમાં આવેલ સો ઓરડી સામે આવેલ ભુવનેશ્વર પર્કમાં રહેતા હિતેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા ઉવ.૪૪ એ ત્રણ અજાણ્યા આરોપી હરેશ, રવિ તથા અજય વિરુદ્ધ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.૧૪/૦૫ના રોજ હિતેન્દ્રસિંહ ઉંચી માંડલ ગામ નજીક આવેલ ઇવાલેક સીરામીકમાં સુપરવાઈઝરની નોકરી પુરી કરી રાત્રીના ૯વાગ્યે ઘરે આવવા પોતાના હીરો હોન્ડા કંપનીના સ્પ્લેન્ડર બાઈક રજી. જીજે-૦૩-એચએફ-૬૫૦૦માં આવતા હોય ત્યારે જુના ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો સીરામીક કારખાના પાસે એક અજાણ્યા શખ્સે હાથ ઉંચો કરતા હિતેન્દ્રસિંહે પોતાનું બાઈક ઉભું રાખ્યું હતું. આથી અજાણ્યા શખ્સે શહેરમાં જવાનુ કહેતા તેને બાઇકમાં લિફ્ટ આપી બાઈક પાછળની સીટમાં બેસાડ્યો હતો ત્યારે પાછળ બેસેલ શખ્સે કોઈક સાથે મોબાઇલમાં વાત કરી હતી તે દરમિયાન થોડા આગળ જતા પાછળથી ડબલ સવારી બાઇકમાં આવેલ બંને શખ્સોએ હિતેન્દ્રસિંહના બાઈક આગળ પોતસનું બાઈક ઉભું રસખ્યું હતું.

જે તરત જ ડબલ સવારીમાં આવેલા બંને શખ્સોએ હિતેન્દ્રસિંહના બાઈક પાછળ બેસેલા શખ્સને કહ્યું કે બાઈકની ચાવી કાઢી લે ત્યારબાદ ત્રણેય અજાણ્યા શખ્સોએ હિતેન્દ્રસિંહને માર મારી પકડી રાખી બાઈક તથા ખિસ્સામાં રહેલ મોબાઇલ તથા બાઈકની લૂંટ ચલાવી ઘુંટુ ગામ તરફ ત્રણેય અજાણ્યા શખ્સો નદી ગયા હતા. ત્યારે પ્રથમ સમગ્ર બનાવ અંગે ઘરમેળે તપાસ કરતા આજદિન સુધી ઉપરોક્ત ત્રણેય આરોપી કે બાઈક તથા મોબાઇલની શોધખોળ કરવા છતાં કોઈ સગડ ન મળતા આખરે મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!