હાલની નવી પેઢીની આખ ઉઘાડતા કિસ્સામાં હળવદમાં રહેતી મૂળ છોટા ઉદેપુરની દીકરીએ ઈન્સ્ટાગ્રામમાં પરિચય થયા બાદ આગ્રામાં રહેતા મુસ્લિમ શખ્સ સાથે લગ્ન કર્યા મુફલીસ શખ્સ સાથે હળવદ ભાડેના મકાનમાં રહેતા હોય ત્યારે અન્ય યુવતીઓ સાથે ચોરી છૂપીથી વાત કરવા અંગે ઠપકો આપતાં પરિણીતાને છેલ્લા બે મહિનાથી તેના પતિ દ્વારા મૂઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાથી કંટાળી જઈ હળવદ પોલીસ મથકમાં પરિણીતા દ્વારા ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જીલ્લાના સનાળા આશ્રમ ફળિયુની વતની હાલ હળવદના સિદ્ધિવિનાયક સોસાયટીમાં પતિ સાથે રહેતા જયોત્સનાબેન ગમજીભાઇ દેવલાભાઇ રાઠવા ઉવ-૧૯ એ આરોપી તેના પતિ મૂળ આગ્રા શહેરની શ્રીમનગર ગલીનો વતની હાલ હળવદ સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતો સોહેલ સરફુદીન અબ્બાસ વિરૂદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે આજથી દોઢેક વર્ષ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઈન્સ્ટાગ્રામમાં પરિચય થયા બાદ અનેકવાર વાતચીત કર્યા બાદ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો ત્યારે બંનેએ સરનામાની આપલે કરી આરોપી સોહેલે આગ્રા મુકામે મળવા આવવા કહ્યું હતું. ત્યારે એકલા આવવાની ભોગ બનનાર જ્યોત્સનબેને ના પાડી હતી જેથી આરોપી સોહેલ તા.૨૦ માર્ચ ૨૦૨૩ ના રોજ વાંકાનેર બસ સ્ટેન્ડ લેવા આવેલ અને ત્યાથી ટ્રેનમાં બેસી સોહીલનાં આગ્રા મુકામે તેના ઘરે ગયેલ હતી.અને જ્યાં રાજીખુશીથી બંનેએ આગ્રામાં લગ્ન કરી એકબીજાંના પતી પત્નિ તરીકે રહેતા હતા.
ત્યારબાદ આગ્રામાં સોહીલનો કામ ધંધો ચાલતો ન હોય જેથી ચારેક માસ પહેલાં બંને પતિ પત્ની હળવદ સિધ્ધીવિનાયક સોસાયટીમાં ભાડેથી મકાન રાખી રહેતા હતા.ત્યારે છેલ્લા બે મહીનાંથી આરોપી સોહીલ જ્યોત્સનાબેન સાથે નાની નાની બાબતે ઝઘડા કરી તથા ચોરીછુપીથી બહાર બીજી યુવતીઓ સાથે વાતચીત કરતો હોય ત્યારે વારંવાર ઝઘડો કરી ગાળો આપી ઢીંકાપાટુંનો મુંઢમાર મારવાનું ચાલુ કર્યું હતું અવારનવાર માર મારવાનો ઘટનાક્રમ ચાલુ હોય ત્યારે અનેક વાર આજુબાજુમાં રહેતા પડોશીઓ છોડાવવા આવતા હતા. આ બાબતે કોઈને કંઈ કહીશ તો જાનથી મારી નાખવી પડશે. તેવી ધમકીઓ આપતા આખરે જ્યોત્સનાબેને પોતાના વિધર્મી પતિથી કંટાળી જઈ હળવદ પોલીસ મથકમાં તેની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સોહેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.