Sunday, September 8, 2024
HomeGujaratટંકારાના ગજડી ગામથી ૧૦ વર્ષીય બાળકીના અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ

ટંકારાના ગજડી ગામથી ૧૦ વર્ષીય બાળકીના અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ

ટંકારાના ગજડી ગામે વાડીમાં રહી ખેત મજૂરી કરતા પરિવારની ૧૦ વર્ષીય બાળકીનું કોઈ અપહરણ કરી લઈ ગયા હોવા અંગેની આશંકાએ બાળકીના પિતા દ્વારા અજાણ્યા આરોપી સામે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મૂળ મહીસાગર જીલ્લાના ડોળી ગામના રહેવાસી હાલ ટંકારા તાલુકાના ગજડી ગામે દેવદાનભાઇ રવાભાઇ ડાંગરની વાડીએ ખેત મજૂરી કરતા રાયસીંગભાઇ ધીરાભાઇ સિસોદીયા ઉવ.૪૪ની ૧૦ વર્ષીય દીકરી ગત તા. ૧૫ જૂન ૨૦૨૪ના રોજ સાંજના સાડા પાંચ વાગ્યાથી ગુમ થઈ હોય ત્યારે રાયસીંગભાઈ દ્વારા પોતાની દીકરીને શોધવા ઘરમેળે સગા વ્હાલામાં તપાસ કરતા આજદિન સુધી મળી આવેલ ન હોય જેથી ૧૦વર્ષીય દીકરીનું અપહરણ થયું હોવાની શંકાએ ગઈકાલ તા. ૨૫/૦૭ના રોજ ટંકારા પોલીસ મથકમાં અજાણ્યા આરોપી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!