Friday, January 24, 2025
HomeGujaratમોરબીના ફડસર ગામે યુવતીને ભગાડી જનાર યુવકની બહેનનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ

મોરબીના ફડસર ગામે યુવતીને ભગાડી જનાર યુવકની બહેનનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ

મોરબી સીરામીક સીટીને બદલે હવે ધીમે ધીમે ક્રાઇમ સીટી બનતું જય રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મોરબીમાં રહેતો એક યુવક તેની પ્રેમિકા સાથે ભાગી જતા પ્રેમિકાના પરિવારજનો દ્વારા યુવકની બહેન અને માતા સાથે જગાડો કરવામાં આવ્યો હતો. અને આટલામાં તેમનું પેટ ન ભરાતા તેઓએ યુવકને પરત તેમની દીકરી સાથે બોલાવવા યુવાકઈ બહેનનું અપહરણ કર્યું હતું. અને બીભત્સ ગાળો ભાંડી હતી. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતો એક યુવક યુવતીને પ્રેમ કરતો હતો. જેથી તેને ભગાડી લઈ જતા યુવતીના પરિવારજનો દ્વારા દીકરીને ભગાડી જવાના બદલામાં યુવકની બહેન તથા માતા અને તેની મામી સાથે બોલાચાલી ઝઘડો કરી મારામારી કરી ત્રણેય ઈસમોએ ભોગ બનનાર યુવતીને ખેંચીને સફેદ કલરની વર્ના ગાડીમાં અપહરણ કરી ગયા હતા બાદમાં યુવતીને અલગ-અલગ જગ્યાએ લઇ જઇ બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે સમગ્ર મામલે યુવતીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાનાભાઈ જીવાભાઈ સવસેટા (રહે દેવગઢ), જયદીપભાઇ જીવણભાઈ સવસેટા (રહે. દેવગઢ), વિક્રમભાઈ (રહે દેવગઢ), જયલો બાબરીયા (રહે કુંતાસી) તથા મુન્નાભાઈ જીલરીયા નામના શખ્સો સામે આઈપીસી કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૬૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) તથા જીપીએફની કલમ ૧૩૫ મુજબ ફરિયાદ દાખલ કરાવી છે. જેને લઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!