Sunday, September 22, 2024
HomeGujaratમોરબીમાં બે અલગ અલગ સ્થળોએથી મોટરસાયકલ ચોરીની ફરિયાદ નોંધાઈ

મોરબીમાં બે અલગ અલગ સ્થળોએથી મોટરસાયકલ ચોરીની ફરિયાદ નોંધાઈ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં અલગ અલગ તારીખના રોજ જુદા જુદા સ્થળોએથી બે મોટર સાયકલની ચોરી થયાની ફરિયાદ અત્રેના બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધવાઈ છે. ત્યારે બંને મોટરસાયકલ ચોર આરોપીને પોલીસે પકડી પાડી તેની પાસેથી ઉપરોક્ત બંને બાઇક રિકવર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે બી ડિવિઝન પોલીસે મોરબી-માળીયા હાઇવે ઉપરથી એક વાહન ચોર આરોપી હનીફભાઈ કાસમભાઈ સંધવાણીને ચોરાઉ બાઇક સાથે ઝડપી લેવામાં આવ્યો હતો, જે બાદ આરોપી દ્વારા અન્ય સાત વાહન ચોરીની કબુલાત આપતા પોલીસે કુલ આઠ મોટર સાયકલ જપ્ત કર્યા હતા.

- Advertisement -
- Advertisement -

પ્રથમ મોટર સાયકલની ચોરીની ફરિયાદમાં મોરબી-૨ રામકૃષ્ણનગરમાં રહેતા વિરેનભાઇ ભુખુભાઇ કાચા ઉવ.૪૫નું ગ્રીન કલરનુ ઇલેક્ટ્રીક મોટરસાયકલ ચેચીસ નં. MEBJ202307082 તથા મોટર નં. MEBJ202306992 જેની કિ.રૂ.૩૫,૦૦૦/- વાળુ ગત તા.૧૩/૦૭ના રોજ રામકૃષ્ણનગરમાં સ્કૂલની સામે પાર્ક કર્યું હોય તે કોઈ અજાણ્યો ચોર ત્યાંથી ચોરી કરી લઈ ગયો હોય. જ્યારે મોટરસાયકલ ચોરીની બીજી ફરિયાદમાં હરિપાર્ક સોસાયટી, વિધ્યુતનગર મોરબી-૨ માં રહેતા સાગરભાઇ નભુભાઇ અપારનાથી ઉવ.૨૯એ ગત તા.૧૦/૦૬ના રોજ પોતાનું હીરો કંપનીનુ સ્પેન્ડર પ્લસ રજી.નં. જીજે-૨૫-કે-૪૩૩૩ ચેચીસ નં. MBLHA10AMCHM06164 તથા એંજીન નં. HA10EJCHM26384 જેની કિ.રૂ. ૪૦,૦૦૦/-વાળું બાઇક પોતાના ઘર પાસે પાર્ક કર્યું હોય ત્યાંથી કોઈ વાહન ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોય જે મુજબની ફરિયાદ નોંધાવી છે. હાલ બંને મોટર સાયકલની વાહન ચોર આરોપી પાસેથી રિકવરી કરી હોવાનું સામે આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!