મોરબી તાલુકામાં ફેકટરીમાં શ્રમિક. પરિવારની યુવતી સાથે યુવતી ના ભાઈના સાઢુ ભાઈએ જ દુષ્કર્મ આચાર્ય ની ફરિયાદ મધ્ય પ્રદેશમાં નોંધાઈ છે જોકે એમ. પી.પોલીસે ફરિયાદ લખીને ઝીરો નંબરથી મોરબી તાલુકા પોલીસ મથકે ટ્રાન્સફર કરતા મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે.
જેની વિગત મુજબ ભોગ બનનાર યુવતી તેના પરિવાર સાથે મોરબી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતા હતા ત્યાં સાથે જ ભોગ બનનાર ના ભાઈ નો સાઢુ ભાઈ આરોપી પંકેશ નિનામા પણ કામ કરતો હતો તે દરમિયાન આરોપી એ યુવતી પર નજર બગાડી હતી અને એકલતાનો લાભ લઈને યુવતી સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું જે બાદ આ સમગ્ર બનાવની વાત ભોગ બનનારે પોતાના પરિવાર ને કરતા પરિવાર પોતાના વતનમાં મધ્યપ્રદેશ ચાલ્યો ગયો હતો અને ત્યાં જઈને સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેથી આ બનાવ મોરબી તાલુકા પોલીસ મથકનો હોવાથી એમ પી.પોલીસે ફરિયાદ ઝીરો નંબર ટાંકી ને મોરબી તાલુકા પોલીસ મથક માં ટ્રાન્સફર કરતા પોલીસે ગુનો નોંધી ને વધુ તપાસ હાથ ધરી છે.