Monday, November 25, 2024
HomeGujaratમોરબીમાં મની ટ્રાન્સફરના કર્મચારી પાસેથી થયેલ રૂ.૭.૨૭ લાખની લૂંટની ફરિયાદ નોંધાઈ

મોરબીમાં મની ટ્રાન્સફરના કર્મચારી પાસેથી થયેલ રૂ.૭.૨૭ લાખની લૂંટની ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીમાં મની ટ્રાન્સફર પેઢીના કર્મચારી ગઈકાલે જુદી જુદી દુકાનેથી પોતાના મનિ ટ્રાન્સફરના રૂપીયાની ઉઘરાણી કરી પાછા આવતા હોય ત્યારે પાછળ મોટર સાયકલમાં બે અજાણ્યા માણસો આવી તેની પાસેના મનિ ટ્રાન્સફરના રૂ.-૭,૨૪,૫૦૦ તથા ઓપો કંપનીનો એ-૧૬ મોડલનો મોબાઇલ ફોન કિ.રૂ.-૩,૦૦૦ મળી કુલ રૂ.૭,૨૭,૫૦૦ ના મુદામાલની લૂંટ ચાલવ્યાની ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી લૂંટારુઓને ઝડપી લેવા તપાસ હાથ ધરેલ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ મથક.માં ફરીયાદી શૈલેષભાઇ ચંદુભાઇ વડસોલા (ઉ.વ.-૩૭ ધંધો- મનિ ટ્રાન્સફરનો રહે. હાલ-મહેન્દ્રનગર, કાનાબાપાના પ્લોટ વિસ્તાર, તા.જી.મોરબી મૂળ-રંગપર તા.જી.મોરબી) વાળાએ ફરિયાદ નોંધાવેલ કે, ગઈકાલે તા.૨૮/૦૬/૨૦૨૨ ના રોજ બપોરના પોણા-એક વાગેના સુમારે બહાદુરગઢના પાટીયા પાસે, મોરબી-માળીયા હાઇવે રોડ ઉપર ફરીયાદી જુદી જુદી દુકાનેથી પોતાના મનિ ટ્રાન્સફરના રૂપીયાની ઉઘરાણી કરી પાછા આવતા હોય ત્યારે ફરીયાદી પાછળ મોટર સાયકલમાં બે અજાણ્યા માણસો આવી ફરીયાદી પાસેના રૂપીયા તથા મોબાઇલ રાખેલ થેલો આંચકી લેવાના ઇરાદે આંચકી લેવાની કોશીષ કરતા ફરીયાદી મોટર સાયકલ સાથે પડી જતા, ફરીયાદી પાસેના મનિ ટ્રાન્સફરના રૂ.-૭,૨૪,૫૦૦ તથા ઓપો કંપનીનો એ-૧૬ મોડલનો મોબાઇલ ફોન કિ.રૂ.-૩,૦૦૦ મળી કુલ રૂ.૭,૨૭,૫૦૦ નો મુદામાલ થેલામાં રાખેલ હોય તે થેલો આંચકી લઇ ચારેય માણસો નાશી છૂટ્યા હતા. આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઈ વિરલ પટેલ ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!