મોરબી જીલ્લામાં ચોરીના છાસવારે બનતા બનાવો વચ્ચે તસ્કરો દ્વારા મંદિરોને પણ ટાર્ગેટ બનાવી ચોરી કરતા સહેજ પણ ડર લાગતો નથી ત્યારે આવો જ એક ચોરીનો બનાવ સામે આવ્યો જેમાં માળીયા(મી) તાલુકાના હરીપર ગામે રાજબાઇ માતાજીના મંદિરમાં સેડ બનાવવા માટે દાનમાં મળેલ લોખંડની ગોળ તથા ચોરસ પાઇપ નંગ ૩૬ ની કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઇ જતા માળીયા(મી) પોલીસ મથકમાં ચોરીના બનાવ મામલે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સમગ્ર ચોરીના બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર માળીયા(મી) તાલુકાના હરીપર ગામે રહેતા દેવાભાઈ જીવાભાઈ ડાંગર ઉવ.૭૧ એ માળીયા(મી) પોલીસ મથકમાં અજાણ્યા ચોર તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા.૦૧ એપ્રિલના રાત્રીના દસેક વાગ્યાથી તા.૦૨ એપ્રિલ ૨૦૨૪ ના ૦૮ વાગ્યા દરમ્યાન કોઈ પણ વખતે કોઈ અજાણયા ચોર ઈસમે હરીપર ગામની જામસર સીમમા આવેલ રાજબાઈ માતાજીના મંદીરમા જાત્રાળુ માટે સેડ બનાવવા દાનમા મળેલ લોખંડની ગોળ પાઈપ નંગ-૧૨ જે એક પાઈપની કિ.રૂ.૧૫૦૦/- લેખે કિ.રૂ.૧૮૦૦૦/- તેમજ લોખંડની ચોરસ પાઈપ નંગ-૨૪ જે એક પાઈપની કિ.રૂ.૧૦૦૦/- લેખે કિ.રૂ.૨૪૦૦૦/- મળી કુલ ૩૬ નંગ લોખંડ પાઇપ કિ.રૂ.૪૨,૦૦૦/- ની ખુલ્લી જગ્યામાથી કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવતા માળીયા(મી) પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.