વાંકાનેરના સરતાનપર રોડ ઉપર ઇટાલીનો ટાઇલ્સ એલએલપી નામના નવા બની રહેલ કારખાનામાં કિલન(ભઠ્ઠી)માં ઇલે.વાયરીંગ કામ ચાલુ હોય જેમાં વપરાતો કોપર વાયરમાંથી આશરે ૬૦૦ કિલો કિ. રૂ.૩.૬૦ લાખ જેટલો વાયર કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જતા કારખાનાના ભાગીદાર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં કોપર વાયરની ચોરી અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ વાઘપર(પીલુડી)ના વતની હાલ તપોવન રેસિડેન્સી કશ્યપ પેલેસમાં રહેતા પાર્થભાઇ અનીલભાઇ લોરીયા ઉવ.૨૫એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે સરતાનપર રોડ ઉપર ઇટાલીનો ટાઇલ્સ એલએલપી નામનું નવું કારખાનું બનતું હોય જેમાં કિલન ફિટિંગનું કામ ચાલુ હોય ત્યારે કિલનમાં વાયરીંગ માટે નવા કોપર વાયરની ખરીદી કરી હોય, ત્યારે નવા ખરીદ કારેલ વાયરમાંથી ગત તા. ૦૩/૦૮ના રોજ ૪૦૦ મીટર વાયર જેનો ૬૦૦ કિલો જેટલો વજન જેની કિ. રૂ.૩.૬૦ લાખ ધરાવતો કોપર વાયર કોઈ ચોરી કરી લઈ ગયો હોવાનું ધ્યાને આવતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે અજાણ્યા વાયર ચોર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસની તજવીજ હાથ ધરી છે.