હળવદના કણબીપરામાં રહેતા અને ઓર્કેસ્ટ્રાના ધંધા સાથે સંકળાયેલ યુવકનું બાઈક કે જે તેના રહેણાંક સામે પાર્ક કર્યું હોય તે બાઈકની કોઈ અજાણ્યા ચોર ઈસમ ધોળે દિવસે ચોરી કરી લઇ ગયા હોવાની અત્રેના હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે સમગ્ર બાઈક ચોરી અંગે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર હળવદના કણબીપરા વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ કડીવાર ઉવ.૩૭ એ હળવદ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર ઈસમ સામે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.૨૭/૦૧ના રોજ ફરિયાદી મહેન્દ્રભાઈના નામે રજીસ્ટર સ્પ્લેન્ડર પ્લસ એક્સટેક નં જીજે-36-એજી-4339 બાઈક તેમના પિતા કોઈ કામ સબબ બહાર લઇ ગયા હતા જ્યાંથી બપોરના આશરે ૧.૩૦વાગ્યે ઘરે પરત આવી ઘરની સામે રોડ ઉપર પાર્ક કર્યું હતું. ત્યારબાદ આશરે બે વાગ્યાના અરસામાં મહેન્દ્રભાઈ ઘરની બહાર નીકળતા પોતાનું બાઈક જોવા મળેલ ન હતું. જે બાઈકની કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઇ ગયાનું જણાતા મહેન્દ્રભાઈએ પોતાની રીતે ઘરની આજુબાજુ, ગામમાં તથા વાડીએ બાઈક શોધવા પ્રયત્નો કર્યા પરંતુ બાઈકની કોઈ ભાળ નહિ મળતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.