Friday, October 18, 2024
HomeGujaratમોરબીના લીલાપર રોડ ઉપર રહેણાંક સામે પાર્ક કરેલ બાઈકની ચોરી થયાની ફરિયાદ...

મોરબીના લીલાપર રોડ ઉપર રહેણાંક સામે પાર્ક કરેલ બાઈકની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ

મોરબીમાં વધુ એક બાઈક ચોરી થયાનો બનાવ સને આવ્યો છે જેમાં મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ગુજરાત સ્લમ બોર્ડના રહેણાંક મકાનની બહાર રોડ ઉપર પાર્ક કરેલ બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ જતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં બાઇકના માલીક દ્વારા ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી શોધખોળ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

ચોરી અંગે મળતી વિગત અનુસાર મોરબીના લીલાપર રોડ ઉપર ગુજરાત સ્લમ બોર્ડ બ્લોક નં.૩૫ માં રહેતા જયેશભાઇ બચુભાઈ ગોસ્વામીએ ગત તા.૨૦/૦૨ના રોજ સાંજના ૯.વાગ્યાના અરસામાં પોતાના રહેણાંકની સામે શેરીમાં પાર્ક કરેલ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ રજી. જીજે-૧૧-સીકે-૭૩૩૧ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હતો. જે ઉપરોક્ત બાઈકની જયેશભાઇ દ્વારા મોરબીમાં અલગ અલગ સ્થળે આપમેળે શોધખોળ કરતા મળી આવેલ ન હોય જેથી પ્રથમ ઈ-એફઆઈઆર બાદ મોરબી સીટી એ ડિવિઝનમાં બાઈક ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે જયેશભાઈની ફરિયાદના આધારે બાઈકને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!