Friday, December 27, 2024
HomeGujaratમોરબીના ત્રાજપર ખારીમાં ઘર પાસે પાર્ક કરેલ બાઇકની ચોરીની ફરિયાદ નોંધાઈ

મોરબીના ત્રાજપર ખારીમાં ઘર પાસે પાર્ક કરેલ બાઇકની ચોરીની ફરિયાદ નોંધાઈ

મોરબીમાં વધુ એક બાઇક ચોરીની ફરિયાદ અત્રેના બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જેમાં આજથી ૧૦ મહિના પહેલા ત્રાજપર ખારી વિસ્તારમાં ઘર પાસે રાત્રીના સમયે પાર્ક કરેલ બાઇકની કોઈ અજાણ્યા વાહન ચોર દ્વારા ચોરી કરી લઈ ગયા હોય ત્યારે પ્રથમ ઈ-એફઆઈઆર બાદ ગઈકાલના રોજ રૂબરૂ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા વેલજીભાઇ બીજલભાઇ હણ ઉવ.૪૬ એ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવી કે ગત તા. ૨૭ નવે.૨૦૨૩ના રોજ રાત્રીના સમયે ઘર પાસે પાર્ક કરેલ હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૦૩-ઈએમ-૯૨૭૩ બાઇકની કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઈ ગયા હતા. ત્યારે ઘરની આજુબાજુ તથા શહેરમાં અલગ અલગ જગ્યાએ બાઇક અંગે શોધખોળ કરી હતી પરંતુ બાઇક નહીં મળી આવતા પ્રથમ ઈ-એફઆઈઆર બાદ રૂબરૂ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!