વાંકાનેર જીનપરા હાઇવે રાજવીર મોબાઇલ નામની દુકાન પાછળની શેરીમાં પાર્ક કરેલ કારમાંથી કોઈ અજાણ્યો ચોર મોબાઈલની ચોરી કરી લઇ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જે બનાવ મામલે રાજવીર મોબાઈલની દુકાનના મેનેજર તરીકે કામ કરતા યુવક દ્વારા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મોબાઇલ ચોરીના બનાવન પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરમાં પ્રતાપચોક પાસે આવેલ બ્રાહ્મણ શેરીમાં રહેતા અને જીનપરા હાઇવે ઉપર આવેલ રાજવીર મોબાઇલ નામની શોપમાં મેનેજર તરીકે નોકરી કરતા ઉત્કર્ષભાઇ આશીષભાઇ ત્રીવેદી ઉવ.૨૯ ગત તા.૦૩/૦૫ના રોજ રાજકોટથી મોબાઇલ તેમજ મોબાઇલ એસેસરીઝની ખરીદી કરી રાત્રીના પરત ફર્યા હતા. ત્યારે પોતાની મારુતિ સુઝુકીની એક્સક્રોસ કારમાંથી મોબાઇલ એસેસરીઝનો સામાન લઇ લીધો હતો જયારે ટેકનો પૉપ કંપનીનો મોબાઇલ તેમાં ભૂલી ગયા હતા. ત્યારે કાર રાજવીર મોબાઇલ પાછળ આવેલ શેરીમાં પાર્ક જારી બીજે દિવસે પણ સવારમાં કારમાં ઉપરોક્ત મોબાઇલ હતો ત્યારે બપોરના સમયે ગ્રાહકને દેવા માટે મોબાઇલ કારમાંથી કાઠવા ગયેલ ત્યારે કારમાં ચેક કરતા મોબાઇલ મળ્યો ન હતો ત્યારે કારણે લોક કરેલ ન હોય જેથી કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા કારનો દરવાજો ખોલી તેમાંથી ટેકનો પૉપ ૮ કંપનીનો મોબાઇલ જેની કિ.રૂા.૭૦૦૦/- જેના આઇ.એમ.ઇ.આઇ નં; (૧)-૩૫૦૩૫૫૬૮૧૯૫૬૬૨૩ (૨) ૩૫૦૩૫૫૬૮૧૯૫૬૬૩૧ નો શીલપેક મોબાઇલ કોઈ અજાણ્યો ચોર ઇસ ચોરી કરી લઇ ગયો હોવાની પ્રથમ ઇ-એફઆઇઆર બાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં રૂબરૂ ફરિયાદ નોંધાવી છે.