હળવદમાં શ્રીરામ ગૌશાળા સામે આવેલ ચામુંડા ઝેરોક્સની દુકાનમાંથી દુકાન ધારક મુકેશભાઇ હરીલાલ પુરાણી ઉવ.૪૦ રહે.હળવદ સરા રોડ જુના આબેડકરવાસના વિવો કંપનીના મોબાઇલની કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઇ ગયાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધી ચક્રો ગતિમાન કર્યા છે.
સમગ્ર ચોરીની ઘટનામાં ફરિયાદી મુકેશભાઈ પુરાણી ગત તા. ૦૭ જૂનના રોજ પોતાના નિત્યક્રમ મુજબ પોતાની શ્રીરામ ગૌશાળા નજીક આવેલ ચામુંડા ઝેરોક્ષની દુકાને આવ્યા હતા બાદ પોતાના વીવો કંપનીનો મોડલ વાય ૫૧એ બ્લુ કલરનો જેમા (૧) એરટેલ સીમ નં.૮૦૦૦૫૮૧૮૮૨ તથા (૨) જીઓ.નુ સીમ નંબર ૯૭૩૭૯૧૫૮૮૨ વાળા મોબાઈલ કિ.રૂ ૭’૦૦૦/- માં હોટસ્પોટ ચાલુ કરી કોમ્પ્યુટરમાં ઓનલાઇન કામ કરતા હતા. ત્યારે દુકાનમાં ગ્રાહકોની ભીડ હતી, જે દરમિયાન કોમ્પ્યુટરમાં નેટવર્ક આવતું બંધ થયું ત્યારે દુકાનમાં પાણીના જગ ઉપર રાખેલ મોબાઇલ શોધતા મળી આવેલ ન હોય જે બાદ મોબાઈલમાં રીંગ કરતા મોબાઇલ બંધ આવતો હોય જેથી મોબાઇલની આજુબાજુમાં તપાસ કરતા આજદિન સુધી મળી ન આવતા પ્રથા ઈ એફઆઇઆર બાદ રૂબરૂ મુકેશભાઈ દ્વારા હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.