Sunday, October 6, 2024
HomeGujaratમોરબીમાં વધુ એક વેપારીના બાઈકની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ

મોરબીમાં વધુ એક વેપારીના બાઈકની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ

મોરબીના ત્રિકોણ બાગ નજીક પરા બજાર એસબીઆઇ બેંક સામે આવેલ પાર્કિગમાંથી કેબલ ડિસના સર્વિસની દુકાન ધરાવતા વેપારીના સ્પ્લેન્ડર પ્લસ બાઈકની કોઈ અજાણ્યા ચોર ઇસમ દ્વારા ચોરી કરી લઇ ગયા અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ અનંતનગર સોસાયટી બ્લોક નં ૫૯ માં રહેતા મનોજભાઈ મોહનભાઇ કંઝારીયા ઉવ.૪૪ કે જેઓની પરાબજાર એસબીઆઇ બેંક પાસે આવેલ સૂર્યોદય કોમ્પલેક્ષના બીજા માળે કેબલ ડિસ સર્વિસની દુકાન આવેલી છે. ત્યારે ગત તા.૨૧ મે ૨૦૨૪ ના રોજ સવારે મનોજભાઈ પોતાના નિત્યક્રમ મુજબ પોતાના સ્પ્લેન્ડર પ્લસ બાઈક નં જીજે ૦૩ એફજે ૪૧૮૬ લઇને પોતાની દુકાને આવ્યા ત્યારે એસબીઆઇ બેંક સામે આવેલ પાર્કિંગમાં પોતાનું બાઈક પાર્ક કરી દુકાને ગયા હતા. જ્યાંથી રાત્રીના ૯ વાગ્યે ઘરે જવા માટે બાઈક લેવા પાર્કિગમાં જતા ઉપરોક્ત બાઈક કોઈ ચોરી કરી લઇ ગયાનું સામે આવ્યું હતું. ત્યારે પ્રથમ બાઈક ચોરીની ઈ-એફઆઇઆર બાદ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં રૂબરૂ ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!