મોરબીમાં બાઈક ચોરતી ગેંગનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. બાઈક ચોરોના ગુનાઓમાં દરરોજ વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે જ બાઈક ચોરીનાં ત્રણ ગુનાઓ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાતા શહેરીજનોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના બરવાડામાં રહેતા અને ડ્રાઈવીંગનો ધંધો કરતા છગનભાઈ વેલાભાઈ ખાંભલા નામનો યુવક ગત તા-૨૬/૦૯/૨૦૨૨ ના રોજ પોતાની જીજે.૦૩.ઈએફ.૧૬૨૫ નંબરની હીરો હોન્ડા કંપનીની બાઈક મોરબીનાં શનાળા રોડ માર્કેટીંગ યાર્ટ કેન્ટીનવાળી શેરીમાં પાર્ક કરી કામ અર્થે ગયો હતો. એવામાં કોઈ અજાણ્યો શખ્સ આવી તેમની બાઈકની ઉઠાંતરી કરી જતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જયારે બીજી બાજુ મોરબીનાં રણછોડનગર નીધીપાર્કમાં રહેતા અમીનશા વલીશા શાહમદાર નામના આધેડ પોતાનું GJ10-AN-9423 નંબરનું બાઈક મોરબીનાં શનાળા રોડ પર આવેલ છોટાલાલ પેટ્રોલપંપ સામે એ.બી.સી પાન પાસે પાર્ક કરી પરત આવતા તેમને તેમનું બાઈક ત્યાં ન મળતા જાત તપાસ કરી હોય છતાં બાઈક ન મળતા આખરે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે. જયારે અન્ય બનાવમાં મોરબીના કબીરટેકરી વિસ્તારમાં રહેતા નવલભાઇ નારણભાઇ બળદા નામના યુવકે પોતાની GJ03-AH-0798 નંબરની હિરો સ્લેન્ડર પ્લસ બાઈક ગઈકાલે મોરબીની આયુષ હોસ્પીટલ નીચે પાર્ક કરેલ હોય જે બાદ તેઓએ પરત ફરી જોતા તેઓને તેમની બાઈક ત્યાં ન મળતા આસપાસના લોકો પાસે પૂછતાછ કરતા પણ કોઈ નિવેળો ન આવતા તેમણે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે.