Wednesday, November 20, 2024
HomeGujaratમોરબી-૨ સમર્પણ હોસ્પિટલની બહાર પાર્ક કરેલ ત્રણ મોટર સાયકલ ચોરીની ફરિયાદ નોંધાઈ

મોરબી-૨ સમર્પણ હોસ્પિટલની બહાર પાર્ક કરેલ ત્રણ મોટર સાયકલ ચોરીની ફરિયાદ નોંધાઈ

અલગ અલગ તારીખે બનેલ બાઇક ચોરીના બનાવ અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી

- Advertisement -
- Advertisement -

મોરબીમાં હોસ્પિટલો બહારથી બાઇક ચોરી થવાની ઘટના કોઈ નવીન બાબત નથી, પરંતુ હાલ છેલ્લા ઘણા સમયથી મોરબી સીટી પોલીસ દ્વારા બાઇક ચોરીના બનાવમાં વાહન ચોરો સામે કડક કાર્યવાહી હાથ ધરતા હોસ્પિટલો બહારથી થતી બાઇકની ચોરીમાં મહદઅંશે રોક લગાવવામાં સફળતા મળી છે, પરંતુ હાલ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વાહન ચોરી કરતા હોય તેને ફાવતું મળ્યું હોય તેમ અલગ અલગ તારીખમાં સમર્પણ હોસ્પિટલ બહાર પાર્ક કરેલ ત્રણ મોટર સાયકલની ચોરી થયાની ફરિયાદ હાલ નોંધાવવામાં આવી છે, ત્યારે પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.

પ્રથમ બાઇક ચોરીની મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના પીપળી ગામે રહેતા કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા ઉવ.૩૨ ગત તા.૨૮/૧૦ના રોજ બપોરના અરસામાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સમર્પણ હોસ્પિટલે પોતાની દવા લેવા ગયા હોય ત્યારે તેમનું હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૦૩-ઈએચ-૫૦૦૭ વાળું બાઇક હોસ્પિટલ બહાર પાર્ક કર્યું હોય જ્યાંથી કોઈ અજાણ્યો વાહન ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોય, વાહન ચોરી બાબતે પ્રથમ ઈ-એફઆઈઆર બાદ ગઈકાલ તા.૧૯/૧૧ના રોજ રૂબરૂ સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે બાઇક ચોરની બીજી ફરિયાદની પ્રાપ્ત માહિતી મુજબ, ગઈ તા.૧૦/૧૧ના રોજ ચંદ્રપાલસિંહ બળવંતસિંહ ઝાલા રહે.મોરબી-૨ વેજીટેબલ રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટી મૂળરહે. મોરબી તાલુકાના ચચાણા ગામના વતની તેમના પુત્રને ઈન્જેકશન અપાવવા સમર્પણ હોસ્પિટલ ખાતે ઉપરોક્ત તારીખે બપોરના ૧૨ વાગ્યાની આસપાસ આવ્યા હતા, ત્યારે ચંદ્રપાલસિંહે પોતાનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી.નં. જીજે-૦૭-એઈ-૧૨૪૭ હોસ્પિટલ બહાર પાર્ક કર્યું હતું, જે બાદ તેઓ મહાજ અડધો કલાકમાં હોસ્પિટલમાં કામ પૂરું કરીને બહાર આવતા ઉપરોક્ત બાઇક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરીને લઈ ગયો હોવાનું સામે આવ્યું હતું, જેથી નિયમ અનુસાર ચંદ્રપાલસિંહ એ બાઇક ચોરી અંગે પ્રથમ ઈ-એફઆઈઆર નોંધાવ્યા બાદ ગઈકાલ તા.૧૯/૧૧ના રોજ રૂબરૂ બી ડિવિઝન પોલીસ મથક ખાતે આરોપી અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત ત્રીજા મોટર સાયકલ ચોરીના બનાવમાં મોરબી-૨ મહેન્દ્રનગર સાનિધ્ય પાર્કમાં રહેતા ભાવેશકુમાર દિનેશભાઇ અઘારા ઉવ.૪૨એ બી ડિવિઝન પોલીસ મથકમાં પોતાના સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૧૩-ક્યુક્યુ-૦૭૮૪ વાળું મોટર સાયકલની ચોરી અંગે ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૨૮/૧૦ના રોજ બગાવેશભાઈ પોતાનું બાઇક લઈને સમર્પણ હોસ્પિટલે ગયા હતા ત્યારે ઉપરોક્ત બાઇક હોસ્પિટલ બહાર પાર્ક કરેલ હોય જ્યાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરીને લઈ ગયો હોય જેથી બી ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી બાઇક ચોરી અંગે અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!