વાંકાનેરમાં તસ્કરો બેફામ બન્યા છે ત્યારે વાંકાનેરના ગ્રામ્ય વિસ્તાર કોઠી ગામની સીમમાં ખેડૂતના પ્લોટની બાજુમાં રોડની સાઈડમાં રાખેલ ટ્રેક્ટરની ટ્રોલી તથા બીજા એક ખેડૂતની વાડીયેથી ખેતર ખેડવાના ઉપયોગમાં લેવાતું રોટાવિટરની ચોરી થયા અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠી ગામે ગઈ તા.૦૭ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ રાત્રીના કોઠી ગામે રહેતા દેવજીભાઈ લખમણભાઈ સોલંકીએ પોતાના પ્લોટ પાસે રોડની સાઈડમાં ટ્રેક્ટરની ટ્રોલી રજી.નં. જીજે-૧૪-ડબલ્યુ-૭૭૮૨ કિ.રૂ.૮૦ હજાર રાખેલ હોય તથા ગઈ તા.૩૦ મે ના રોજ ઉસ્માનગનીભાઈએ પોતાની વાડીમાં રાખેલ રોટાવિટર કિ.રૂ.૪૦ હજારની કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ચોરી કરી લઈ જતા પ્રથમ ગામમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં આપમેળે તપાસ કરતા આજદિન સુધી મળી ન આવતા આખરે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.