મોરબી ટ્વિલુકાના અણિયારી ગામમાંથી તથા અણિયારી ગામ નજીક આવેલ પાધેડા નામની સીમમાંથી કુલ બે બાઈક અજાણ્યા તસ્કરો ચોરી કરી લઇ જતા પ્રથમ ઈ-એફઆઈઆર તથા ગઈકાલે રૂબરૂ તાલુકા પોલીસ મથકમાં બાઈક ચોરી અંગે ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી શોધખોળ શરૂ કરી છે.
પ્રથમ બાઈક ચોરીની મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના અણિયારી ગામે રહેતા ખેડૂત પ્રવીણભાઈ મનજીભાઇ લોરીયા ઉવ.૫૪ એ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા.૦૫/૦૩ ના રોજ રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ સ્પ્લેન્ડર પ્લસ બાઈક રજી. જીજે-૩૬-એમ-૫૨૪૬ પ્રવિણભાઈએ પોતાના ઘરની બહાર પાર્ક કરેલ હતું જે બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી લઇ ગયો હતો.
જયારે બીજા બાઈક ચોરીના બનાવની પ્રાપ્ત વિગત મુજબ અણિયારી ગામે દિનેશભાઇ પટેલની વાડીમાં રહી ખેત-મજૂરી કરતા સુકાભાઈ ભૂદરીયાભાઈ વસુનીયા ઉવ.૩૪ એ પોતાની ફરિયાદ નોંધાવી કે ગત તા. ૦૭/૦૨ ના રોજ અણિયારી ગામે પાધેડા નામની સીમ પાસે રોડની સાઈડમાં રાખેલ ટીવીએસ કંપનીનું અપાચે બીએસ૬ બાઈક રજી. એમપી-૪૫-એમઆર-૮૪૫૧ કોઈ અજાણ્યો ચોર માત્ર અડધો કલાકમાં પાર્ક કરેલ જગ્યાથી ચોરી કરી લઇ ગયો હતો.
ઉપરોક્ત બંને બાઈક ચોરીની ફરિયાદના આધારે તાલુકા પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો દાખલ કરી જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.