હળવદ તાલુકાના માથક ગામની સીમમાં આવેલ વાડીમાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમો આશરે ૭૧ મીટર પાણીની મોટરનો કેબલ ચોરી કરી લઇ ગયા અંગેની ફરિયાદ વાડીમાં ઉપજમાં ઉધડું રાખેલ ખેડૂત દ્વારા નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના માથક ગામે રહેતા રાજુભાઈ સુખાભાઈ બોરાણિયા ઉવ.૪૦એ અજાણ્યા ચોર ઈસમ આરોપી વિરૂદ્ધ હળવદ પોલીસમાં મોટરના કેબલની ચોરી અંગે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે માથક ગામની સીમમાં આવેલ મનસુખભાઇની વાડીમાં કે જેમાં ફરિયાદી રાજુભાઈ ઉપજમાં ઉધડું રાખી ખેતી કરતા હોય તે વાડીમાં ગત તા.૨૯/૦૬ ની રાત્રીના કોઈ વાડીમાં રાખેલ પાણીની મોટરનો આશરે ૭૧ મીટર કેબલ જેની કિ.રૂ.૧૪,૨૦૦/- હોય તે કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે આગળની તપાસ ચલાવી છે.