વાંકાનેર તાલુકાના જોધપર ખારી ગામે પૈસાની લેતી દેતીના વિવાદમાં પુત્ર સાથે ઝઘડો કરતા વચ્ચે પાડેલ માતા સાથે મારપીટ કરી જાતિ પ્રત્યે અપમાનિત કરનાર શખ્સ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના જોધપર ખારી ગામે રહેતા હંસાબેન કલાભાઇ દેવાભાઇ પરમાર ઉવ.૫૨ એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી રમેશભાઇ રતનશીભાઇ ધરજીયા રહે.જોધપર ખારી તા.વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આરોપી રામેશભાઇ ફરિયાદી હંસાબેન પાસે સેટીંગની મજુરીના પૈસા માંગતા હોય જે પૈસાની લેતીદેતીનો ખાર રાખી ગઈ તા.૦૨/૦૩ ના રોજ હંસાબેનના દિકરા સાથે ઝઘડો કરતા હોય ત્યારે હંસાબેન વચ્ચે પડતા તેમને વાળ ખેંચી જાપટો મારી પાડી દઇ પેટમાં પાટુ મારી મુંઢ ઇજા કરી હતી, ત્યારે લાકડુ મારવા જતા સાહેદ બાબુભાઇ મોહનભાઇ ચાવડાએ આડો હાથ કરતા તેમને પણ મુંઢ ઇજા કરી હતી. આ દરમિયાન હંસાબેનના પતિ સાથે બોલાચાલી કરી જાતી પ્રત્યે હડધુત કરી હતી, ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.