હળવદ તાલુકાના જુનાદેવળીયા ગામે આવેલ ઇન્ડ્રુસ કંપનીના મોબાઇલ ટાવરમાંથી અજાણ્યા ચોરોએ કુલ ૪૮ બેટરીઓ ચોરી કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે સુરક્ષા કંપનીના સુપરવાઇઝર દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોરો સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરેન્દ્રનગર જીલ્લાના લખતર તાલુકાના પેઢડા ગામે રહેતા અને આર.એસ. સિક્યોરિટી કંપનીમાં પેટ્રોલિંગ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા પ્રહલાદસિંહ નટુભા રાણાએ હળવદ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, કોઈ અજાણ્યા ચોર ઇસમે ગઇ તા-૨૪ જૂન ૨૦૨૫ના વહેલી સવારના ચારેક વાગ્યા પહેલા કોઇપણ સમયે જુના દેવળીયા ગામે તળાવની પાળ પાસે આવેલ ઈન્ડુસ કંપનીના મોબાઇલ ટાવરમા લગાવેલ અમરારાજા કંપનીની કુલ બેટરી નંગ-૪૮ જેની હાલની આશરે કિમત રૂપીયા ૨૫૦૦૦/- ની ચોરી કરી લઈ ગયા હોય. હાલ હળવદ પોલીસે આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.