પરફેક્ટ કોમ્પ્યુટરના સંચાલકનું સ્પ્લેન્ડર પ્લસ બાઇક ચોરાયું, બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી.
મોરબી-૨ના શક્તિ ચેમ્બર-૧ના પાર્કિંગમાંથી હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇકની ચોરી અંગે અત્રેના બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મોરબીના ઉમા ટાઉનશિપમાં રહેતા અને શક્તિ ચેમ્બર-૧માં પરફેક્ટ કોમ્પ્યુટર નામની દુકાન ચલાવતા શ્યામકુમાર શાંતીલાલ દેડકીયા ઉવ.૩૨નું હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક રજી.નં. જીજે-૩૬-એએ-૧૮૬૮ ગત તા. ૨૨/૧૦/૨૦૨૬ના રોજ સાંજે સાતથી આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન શક્તિ ચેમ્બર-૧ના પાર્કિંગમાંથી ચોરાયું હતું. બાઇકની શોધખોળ કરવા છતાં ન મળતાં તેમણે પ્રથમ ઓનલાઇન ઈ-ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સીટી બી ડિવિઝન પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ પોલીસે અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨) મુજબ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.






