વાંકાનેર તાલુકાના જાલી જેતપરડા ગામના રહેવાસી જગદીશભાઈ મનસુખભાઇ ઇન્દરપા ઉવ.૨૦ કે જેઓ માટીમાં ડમ્પરના ફેરા કરી પટલરીવારનું ગુજરાન ચલાવતા હોય, ત્યારે ગઈ તા.૧૧ જુલાઈ ૨૦૨૪ ના રોજ જગદીશભાઈ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૩૬-ક્યુ-૪૩૯૯ લઈને જાલી ગામથી ભેરડા ગામ નજીક આવેલ કનૈયા હોટલ પાસે પોતાના હવાલા વાળું મોટરસાયકલ પાર્ક કરી, ભેરડા ગામના તળાવમાં ડમ્પરથી માટી ભરી સરતાનપર અને મોરબી માટીના ફેરા કરતા હતા, જે બાદ બીજે દિવસે ૧૨ જુલાઈ ૨૦૨૪ ના રોજ દંપરમાં માટીના ફેરનું કામ પૂર્ણ કરી જગદીશભાઈ ભેરડા ગામે પરત આવ્યા હતા, ત્યારે તેઓએ પાર્ક કરેલ મોટર સાયકલ ત્યાં જોવા ન મળતા, આજુબાજુના વિસ્તારના મોટર સાયકલ અંગે તપાસ કરવા છતાં મોટરસાયકલ નહિ મળતા પ્રથમ ઇ-એફઆઇઆર બાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં રૂબરૂ મોટર સાયકલ ચોરી અંગે અજાણ્યા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.