મળતી માહિતી અનુસાર, ધ્રાંગધ્રા ગામે જડેશ્વર સોસાયટીના બ્લોક નં ૨૫ માં રહેતા નરેશકુમાર ખુશાલભાઈ મકવાણા ઉવ.૪૬એ મોરબી તાલુકા પોલીસ મથકમાં મોબાઇલ ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે, જે ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈ તા.૧૮/૦૬ ના રોજ સાંજના ૬ થી ૬.૩૦વાગ્યા દરમિયાન મોરબી તાલુકાના અમરેલી ગામની સીમમા બાયપાસ રોડ ઉપર આવેલ નેક્ષસ સિનેમા સામે ફરીયાદી નારેશકુમારનો મોટોરોલા કંપનીનો g84 5G મોબાઇલ ફોન જેના IMEI નંબર- 359993333418112 કિ.રૂ.૧૯,૦૦૦/- વાળો કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે, હ તાલુકા પોલીસે અજાણ્યા મોબાઇલ ચોર આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.