મોરબી તાલુકાના ભરતનગર ગામે હેર સલૂનની દુકાન ધરાવતા ચતુરભાઈ વસંતભાઈ કલોલા ઉવ.૪૪ ગઇ તા.૦૭/૦૫/૨૦૨૫ ના રોજ બપોરે પોતાનું સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૩૬-ઈ-૫૧૩૭ વાળું લઈને દુકાનેથી ઘરે જમવા માટે ગયા હતા, ત્યારે ઉપરોક્ત સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ ઘર બહાર પાર્ક કરીને ઘરમાં ગયા, જે બાદ જમીને ઘર બહાર આવીને જોયું તો મોટર સાયકલ ત્યાં જોવા નહીં મળતા, મોટર સાયકલ અંગે આજુબાજુમાં તપાસ કરતા મળી ન આવતા પ્રથમ ઈ-એફઆઈઆર બાદ રૂબરૂ તાલુકા પોલીસ મથકમાં ઉપરોક્ત મોટર સાયકલની ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે, હાલ તાલુકા પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ ૩૦૩(૨) હેઠળ ગુનો દાખલ કરી તપાસની તજવીજ શરૂ કરી છે.