સિવેલ કપડાં લેવા ગયેલ યુવક પરત આવતા બાઇક ઉપડી ગયું
મોરબીના રફાળેશ્વર ગામની ચોકડી પાસે ભુદેવ પાન સામે પાર્ક કરેલ મોટર સાયકલની કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરીને લઈ ગયા અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા વાહન ચોર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.
મોરબીના પાનેલી રોડ મચ્છુનગર મફતિયાપરામાં રહેતા મૂળ વાંકાનેરના જાલી ગામના વતની લલિતભાઈ દેવસીભાઈ પરમાર ઉવ.૩૫ ગઈ તા.૨૬/૧૨ના રોજ સાંજના ૫ વાગ્યા આસપાસ પોતાનું સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૨૩-એલ-૬૧૭૨ લઈને રફાળેશ્વર ગામની ચોકડી ભુદેવ પાનવાળા કોમ્પ્લેક્ષમાં ઉપરના માળે આવેલ દરજીની દુકાને સિવડાવેલ કપડાં લેવા ગયા હતા, ત્યારે ઉપરોક્ત બાઇક ભુદેવ પાન સામે ખુલ્લામાં પાર્ક કર્યું હતું, કલડા લઈને લલિતભાઈ પરત આવ્યા ત્યારે તેમના બાઇકની કોઈ અજાણ્યા વાહન ચોર દ્વારા ચોરી કરીને લઈ ગયા હોય જેથી પ્રથમ ઇ-એફઆઈઆર બાદ રૂબરૂ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાઇક ચોરીની અલગ અલગ દિશામાં તપાસ ચલાવી છે.