મોરબીના રેલ્વે સ્ટેશન સામે મેડિકલ કોલેજના ગેટની બાજુમાં પાર્ક કરેલ શ્રમિકના બાઇકની કોઈ અજાણ્યા વાહન ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઈ ગયા અંગે અત્રેના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ફૂલછાબ કોલોનીમાં રહેતા જગદીશભાઈ રમેશભાઈ બોડા ઉવ.૩૩ ગઈ તા.૩૧/૦૧ ના રોજ સવારના પોતાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૩૬-એએ-૩૯૩૭ વાળું બાઇક લઈને નીકળ્યા હતા, જે બાઇક તેઓએ રેલ્વે સ્ટેશન સને મેડિકલ કોલેજના ગેટની બાજુમાં પાર્ક કરી ખોખરા હનુમાનજી નજીક મજૂરી કામ અર્થે ગયા હતા, જ્યાંથી સાંજના અરસામાં મજૂરી કામ પરથી પરત આવીને બાઇક જ્યાં પાર્ક કર્યું તે સ્થળે જોતા કોઈ અજાણ્યા વાહન ચોર ઈસમો આ બાઇક ચોંટી કરીને લઈ ગયા હોય, ત્યારે બાઇક ચોરી અંગે જગદીશભાઈએ પ્રથમ ઇ-એફઆઈઆર નોંધાવ્યા બાદ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં રૂબરૂ આરોપી અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે.