મોરબી તાલુકાના બેલા(રં) ગામની સીમમાં આવેક શંભુ હોમ ડેકોર કારખાનાની બહાર જાહેરમાં પાર્ક કરેલ શ્રમિકના બાઇકની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયા અંગે અત્રેના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બાઇક ચોરી અંગે પ્રાપ્ત વિગત મુજબ, ખરેડા ગામે રહેતા રવજીભાઈ ધીરુભાઈ ડાભી ઉવ.૪૫ એ તાલુકા પોલીસ મથકમાં પોતાના નામે રજીસ્ટર સ્પ્લેન્ડર પ્લસ(ડીઆરએસ) રજી.ન. જીજે-૩૬-એએમ-૮૧૩૫ ની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યા અનુસાર ઉપરોક્ત બાઇક ફરિયાદીનો દીકરો રાહુલ બેલા ગામે આવેલ શંભુ હોમડેકોર કારખાનામાં મજૂરી કરવા જવા-આવવા ઉપયોગ કરતો હોય ત્યારે ગઈ તા.૧૬/૦૭ના રોજ રાહુલ સ્પ્લેન્ડર પ્લસ બાઇક લઈને કારખાને ગયો હતો, ત્યારે તેમને તેનું ઉપરોક્ત બાઇક શંભુ હોમ ડેકોર કારખાનાની બહાર જાહેરમાં પાર્ક કર્યું હતું, જે બાદ રાત્રીના ૧૦ વાગ્યા આસપાસ કારખાના બહાર જતા સમયે ઉપરોક્ત મોટર સાયકલ જોવા ન મળતા, મોટર સાયકલ અંગે આજુબાજુ તપાસ કરતા મળી આવેલ ન હોય જેથી મોટર સાયકલની ચોરી થાય અંગે પ્રથમ ઈ-એફઆઈઆર બાદ રૂબરો તાલુકા પોલીસ મથકમાં આરોપી અજાણ્યો ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે