ટંકારામાં ગત તા. ૦૧ જૂનના રોજ રોડ રસ્તાની વચ્ચે અકસ્માત થાય તેવી રીતે રાખેલ ક્રેન સાથે બુલેટ ચાલક ૬૦ વર્ષીય વૃદ્ધ અથડાતા તેઓને પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવારમાં બે ઓપરેશન આવેલ હતા. ત્યારે હાલ ઇજાગ્રસ્ત દ્વારા ટંકારા પોલીસ મથકમાં આરોપી એવા ક્રેન ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સહિતા કલમ-૨૮૫,૧૨૫ તથા એમ.વી.એક્ટ ૧૭૭ ૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ટંકારા તાલુકાના નેસડા(સુ) ગામે રહેતા ૬૦ વર્ષીય પ્રેમજીભાઇ રામજીભાઇ ભીમાણી ગત તા.૦૧ જૂનના રોજ રાત્રીના પોતાનું બુલેટ રજી. જીજે-૩૬-ક્યુ-૩૦૬૬ લઇને જતા હોય ત્યારે ટંકારા લતીપર રોડ હીરાપર ગામ પહેલા તિરૂપતિ એન્ટ્રરપ્રાઇઝ નજીક આરોપી ક્રેન ચાલકે પોતાનું ક્રેન રજી. નં. જીજે-૧૨-સીએમ-૦૬૩૨ જાહેર રોડ ઉપર આવતા જતા વાહનને અડચણરૂપ થાય તથા મનુષ્યની જીદગી જોખમાય તેમ રાખ્યું હોય ત્યારે સામેથી લાઇટના પ્રકાશમાં અંજાઈ જઈ ક્રેન ન દેખાતા પ્રેમજીભાઈ પોતાના બુલેટ સહિત તેની સાથે ભટકાઇ ગયા હતા. જે અકસ્મતમાં પ્રેમજીભાઇને ડાબા પગે ઢીચણ નીચે તથા સાથળના ભાગે ફેકચર જેવી ઇજા પહોંચી હતી. ત્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત પ્રેમજીભાઈને પોલીસ ફરીયાદ કરવી ન હતી પરતું સારવાર દરમ્યાંન વધારે હોસ્પીટલનો ખર્ચ આવતા ક્લેમ ફાઈલ કરવા પોલીસ ફરીયાદ નોંધાવી છે. હાલ પોલીસે પ્રેમજીભાઈની ફરિયાદના આધારે આરોપી ક્રેન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.