મોરબીના ગ્રીન ચોક ઘંટીયાપા શેરીના રહીશો દ્વારા મોરબી જિલ્લા કલેકટરને આવેદન પાઠવી ઘંટીયાપા વિસ્તારમાં એક મકાન વેચાણ બાબતે લતાવાસીઓએ વિરોધ કર્યો છે. જે વિસ્તાર અશાંત ધારા માં સમાવેશ થતો હોવાથી મકાન માલિક દ્વારા મકાન મોમેડિયનને આપવામાં આવ્યું હોય તેવી શંકાને આધારે કલેકટરને આવેદન પાઠવી મકાન વેચાણ બાબતે વિરોધ વ્યક્ત કર્યો હતો…
મોરબીના ગ્રીન ચોક ઘંટીયાપા શેરીના લોકો દ્વારા કલેકટરને આવેદન પાઠવી પોતાના વિસ્તારમાં વેચાણ થઈ રહેલા એક મકાન બાબતે વિરોધ વ્યક્ત કર્યો હતો. જેમાં શેરીમાં લોકોએ જણાવ્યું છે કે અમારો વિસ્તાર અશાંત ધારા હેઠળ આવે છે. ત્યારે શેરીમાં તમામ ઘરોમાં હિંદુઓ વસે છે. જ્યાં એક મકાન જેનું નામ અંબિકા આશિષ લખેલું છે તેના માલિક ભરતભાઇ ભટ્ટ દ્વારા મકાન વેચાણ કર્યું છે. તેવું લતાવાસીઓને ધ્યાને આવતા પૂછપરછ કરતા મકાન માલિક ક્યારેક મોચીને તો ક્યારેક અન્ય જ્ઞાતિને આપ્યાનું ગોળગોળ જવાબ આપતા મકાન મોમેડીયનને વેચાણ કર્યું છે અથવા પેરવી કરી રહ્યા છે તેવી શંકા જતાં સ્થાનિકોએ રૂબરૂ મળી વાત કરતા વણકરને મકાન આપ્યાની વાત કરી હતી. જેથી અમારી શેરીમાં આવતા તત્વો આવી જાય તો વર્ષોથી એકતા અને શાંતિનો ભંગ થઈ શકે છે તેવા મુદ્દા સાથે કલેકટરને રજુઆત કરવામાં આવી હતી.