મોરબીમાં માર્ગ અકસ્માતના બાનાવોમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ત્યારે ગત તા.૨૧/૧૧/૨૦૨૨ ના રોજ રાત્રીના સમયે મોરબીનાં લીલાપર કેનાલ રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક શખ્સને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, જયભાઇ મોહનભાઇ ચાવડા નામનો યુવક પોતાની GJ-03-DH-4921 નંબરની બાઈક લઈ મોરબીનાં લીલાપર કેનાલ રોડ લાડલી પાર્ટી પ્લોટ સામે નાલા પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે જ સમયે GJ-36-N-8338 નંબરનાં બાઈક સવાર યુવકે પોતાનુ બાઈક પુરપાટ ઝડપે ચલાવી ફરિયાદીની બાઈક સાથે અથડાવી અક્સ્માત કરતા ફરિયાદી નીચે પડતા તેને પગમાં તેમજ શરીરે ઈજાઓ પહોંચાડી આરોપી પોતાની બાઈક લઈ સ્થળ પરથી ફરાર ગઈ ગયો હતો. જેને લઈ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ઇ પી કો કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એક્ટ કલમ- ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે બાઈક સવાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.