Sunday, September 22, 2024
HomeGujaratમોરબીની મુખ્ય પોસ્ટ ઓફીસ પાછળ પાર્ક કરેલ બાઇકની ઉઠાંતરીની ફરિયાદ નોંધાઈ

મોરબીની મુખ્ય પોસ્ટ ઓફીસ પાછળ પાર્ક કરેલ બાઇકની ઉઠાંતરીની ફરિયાદ નોંધાઈ

મોરબીમાં વધુ એક બાઇક ચોરી અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં મોરબી પરાબજારમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફીસ પાછળ આવેલ જલારામ સ્ટોર સામે પાર્ક કરેલ હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇકની કોઈ અજાણ્યો વાહન ચોર ચોરી કરી લઇ ગયા અંગે વાહન ધારક આધેડ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

બાઇક ચોરીની મળતી માહિતી અનુસાર નવલખી રોડ યમુનાનગર શેરી નં.૬માં રહેતા સંદીપભાઈ અંબાલાલ તુવેર ઉવ.૪૪ વાળા ગઈ તા.૧૯ મે ના રોજ સાંજના પોતાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ રજી. નં. જીજે-૩૬-કે-૮૯૦૦ વાળું બાઇક પરાબજાર મુખ્ય પોસ્ટ ઓફીસ પાછળ જલારામ સ્ટોરની સામે પાર્ક કરી ભચાઉ કચ્છમાં ગયા હોય ત્યારે ત્યાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ આ બાઇકની ચોરી કરીને લઈ ગયો હોય જેથી સંદીપભાઈએ પ્રથમ ઈ-એફઆઈઆર બાદ ગઈકાલ ના રોજ રૂબરૂ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પોતાના બાઇકની ચોરી અંગે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે બાઇક ચોર આરોપી સામે ગુનો દાખલ કરી તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!