Friday, September 20, 2024
HomeGujaratવાંકાનેરના તીથવા ગામે પારકી જમીનમાં ખંડણી વસુલી ગર્ભિત ધમકી આપતા માથાભારે દંપતી...

વાંકાનેરના તીથવા ગામે પારકી જમીનમાં ખંડણી વસુલી ગર્ભિત ધમકી આપતા માથાભારે દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

દંપતી દ્વારા ઇન્સ્ટાગ્રામ ઉપર ધાર્મિક લાગણી દુભાઈ તેવા વિડીયો અપલોડ કરી સમગ્ર સમાજ વિશે એલફેલ બોલતા તેની અલગ કલમ ઉમેરી ગુનો નોંધાયો

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના તીથવા ગામે ખેતી વિષયક જમીનમાં કબ્જો કરનાર સાથે છું તેમ કહી જમીનના મૂળ માલિકને જાનથી મારી નાખવાની ધમકી આપી તીથવા ગામના માથાભારે દંપતી દ્વારા ખેડૂત યુવક પાસે ખંડણી માંગી રૂ.૨ હજાર પડાવ્યા હતા. તેમજ બંને પતિ-પત્ની દ્વારા ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર મોમીન સમાજ વિશે અભદ્ર ભાષા પ્રયોગ કરી સમગ્ર સમાજને ગર્ભિત ધમકી આપતા વિડીયો બનાવી મુકેલ હોય. હાલ ખેડૂત યુવક દ્વારા સમાજના લોકોને સાથે રાખી માથાભારે દંપતી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી પતિ-પત્ની વિરુદ્ધ ખંડણી વસુલ કરવી, ધાક ધમકી તથા સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરતા વિડીયો બનાવી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મુકવા બદલ લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર વાંકાનેરના તીથવા ગામે રહેતા મોહમદતન્સીફ ઇબ્રાહિમભાઈ ખોરજીયા ઉવ.૨૬ એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી ઈમ્તિયાઝ દિલાવરશા શાહમદાર ઉવ.૩૩ તથા તેની પત્ની આરોપી નજમા ઈમ્તિયાઝ શાહમદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ફરિયાદી મોહમદતન્સીફની ખેતી વિષયક જમીન ગામના સલીમભાઈ સંધીને વાવવા આપી હોય જે જમીન તેઓ ખાલી કરતા ન હોય જેથી તેની વિરુદ્ધ જે તે સમયે કેસ કર્યો હોય જેથી તમામ આધાર પુરાવાને ધ્યાને લઇ વર્ષ ૨૦૨૨માં કોર્ટ દ્વારા જમીનના મૂળ માલીક મોહમદતન્સીફની તરફેણમાં ચુકાદો આપ્યો હોય તેમ છતાં આજદિન સુધી સલીમભાઈ જમીન ઉપર કબ્જો જમાવી બેઠા હોય તે જમીન બાબતે ઉપરોક્ત આરોપીઓએ ફરિયાદી મોહમદતન્સીફના મિત્રોને ફોન કરી દર મહિને ખંડણી આપવી પડશે અને ખંડણી નહીં આપે તો આ મેટર પુરી નહીં થવા દે અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા સહિત વાત કરતા હોય. તેમજ થોડા દિવસો બાદ ગામના ઝાંપા પાસે બંને માથાભારે પતિ-પત્નીએ મોહમદતન્સીફ સાથે રૂબરૂ મળી પોતાના મોબાઈલમાં છરીના ફોટા બતાવી મોહમદતન્સીફને ભયમાં મૂકી છરીના ઘા લાગી જાય તેવી ધમકી આપી જમીન મેટરમાં ખંડણીના રૂપિયા ૨ હજાર પડાવી લીધા હતા.

 

ઉપરોક્ત બનાવ બાદ આરોપી ઈમ્તિયાઝ અને તેની પત્ની નજમા દ્વારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મોમીન સમાજને ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ગર્ભિત ધમકીઓ આપતા તથા સમાજ બાબતેના અશ્લીલ શબ્દો બોલી વિડીયો બનાવી સોસીયલ મીડીયામાં વાયરલ કરી ત્રાસદાયક કૃત્ય કરેલ હોવાના પુરાવા સાથે ફરિયાદી દ્વારા સમાજના લોકોને સાથે રાખી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ વાંકાનેર તાલુકા પોલીસે બંને આરોપી પતિ-પત્ની સામે આઇટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!