મોરબીમાં આવારા તથા છેલબટાઉ શખ્સ દ્વારા સગીરવયની દીકરી કે જે સ્કૂલેથી ઘરે એકટીવામાં તેની મોટી બહેન સાથે જતી આવતી હોય ત્યારે તેનો પીછો કરી અવાર નવાર છેડતી કરતા લુખ્ખા શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. રોમિયોછાપ શખ્સે સગીરાની માતાને તેની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે વાત કરવા મનાવવાનું કહેતો હોવાનું સામે આવ્યું છે. હાલ તો સગીરાની માતા દ્વારા માથાભારે શખ્સ સામે મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરી પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતા સભ્ય સમાજના પરિવારની સગીર વયની દીકરીની છેડતી તથા બીભત્સ ગાળો આપી એકટીવા મોપેડમાં પીછો કરતા આરોપી સુજલ ચંદુભાઇ પાંચોટીયા રહે. ગાયત્રીનગર સોસાયટી વાવડી રોડવાળા વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ફરિયાદીની સગીર વયની દીકરી સ્કુલેથી છુટી ફરિયાદીની મોટી દીકરી સાથે તેમના એક્ટીવામાં ઘરે આવતી હોય ત્યારે આરોપી સુજલ સગીરાના એક્ટીવા પાછળ પાછળ પોતાનુ એક્ટીવા રજી નં, જીજે-૩૬-એકે-૨૨૫૮ વાળુ લઈ આવી પીછો કરી ફરિયાદીની દીકરીને તેની સાથે વાતચીત કરવાનુ કહેતો હોય તેમજ ફરિયાદીને મનાવવાનુ કહેતો હોય અને જો આમ નહીં કરો તો દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોય તેમજ સગીરા સ્કુલે જતી વખતે તથા આવતી વખતે અવાર નવાર એકટીવાનો પીછો કરી ભુંડીગાળો આપી હેરાન પરેશાન કરતો હોવાની ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે અસરોપી સુજલ પાંચોટીયા સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.