Thursday, January 30, 2025
HomeGujaratમોરબી જીલ્લામાં જાહેરનામા ભંગ બદલ કુલ ૨૨ સામે ફરિયાદ નોંધાઈ

મોરબી જીલ્લામાં જાહેરનામા ભંગ બદલ કુલ ૨૨ સામે ફરિયાદ નોંધાઈ

મોરબી શહેર તેમજ જીલ્લામાં જાહેરનામાના ભંગના ૨૨ કેસો નોંધાયા છે. જેમાં ગોડાઉન ભાડા કરાર કર્યા વિના ભાડે આપવાના કેસો, ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ન લગાવવાના અને પરપ્રાંતિય મજૂરોની વિગતો પોલીસ મથકમાં ન આપવાના તેમજ પરપ્રાંતિય શ્રમિકોની વિગતો મોરબી એસ્સુર્ડ એપમાં રજિસ્ટ્રેશન ન કરવા સંગીતના જાહેરનામા ભંગ બદલ ગુનાઓ સમાવિષ્ટ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડેલ હોય જેમા જીલ્લામાં બહારથી હજારોની સંખ્યામા રોજગારી અર્થે ઘરઘાટી ચોકીદાર, કારખાનામાં, મકાન બાંધકામમા, ફાઉંડ્રી ઉઘોગોમા, હીરા ઉદ્યોગોમા, ફેકટરીઓમા અને ખેતીના તેમજ વેપાર ધંધામા શ્રમીક તરીકે લોકોને કામે રાખે છે.તેમા અમુક ગુન્હાહીત ઈતીહાસ ધરાવતા તથા ગુન્હાહીત માનસ ધરાવતા ઇસમો હોય તેવી સંભાવના હોય રહેલી છે. તેમજ ઘણા કિસ્સાઓમા તેમના વતનમા કે અન્ય શહેરમા ગંભીર ગુન્હાઓ આચરી મોરબી જીલ્લામા આશરો લેતા હોય છે. અને આવા શ્રમીકોના ટુંકા નામ સિવાય માલીક પાસે વિશેષ કોઈ માહીતી હોતી નથી જેથી શ્રમિકોના પુરા નામ સરનામા સહીતની જરૂરી વિગતો કામ પર રાખનાર માણસોની માહીતી નજીકના પોલીસ સ્ટેશન ખાતે આપવા અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે.

ઉપરોક્ત જાહેરનામા અંતર્ગત મોરબી જીલ્લા પોલીસ દ્વારા જાહેરનામા ભંગ બદલ અલગ અલગ આ પ્રકારના કેસમાં કુલ ૨૨ આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં મોરબી બી ડિવિઝનમાં ૬, તાલુકા પોલીસ મથકમાં ૯, ટંકારા પોલીસ મથકમાં ૧, હળવદ પોલીસ મથકમાં ૨, વાંકાનેર સિટીમાં ૩, વાંકાનેર તાલુકામાં ૧ સહિત ૨૨ આરોપીઓ સામે મોરબી જીલ્લા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!