મોરબીમાં જિલ્લામા વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. ત્યારે આજે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઉંચા વ્યાજે નાણા આપી પઠાણી ઉઘરાણી કરનારા એક ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં પીડિતે 30% વ્યાજે લીધેલ રૂ.૫૦,૦૦૦/-ના આશરે રૂ.૨ લાખ વ્યાજ ભર્યું છતાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરતા સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ બ્લોક નં-૪૦૦ ખાતે રહેતા કયવન્ના શાંતીલાલ શાહ નામના આધેડે નરેશભાઇ ગોહીલ (રહે.રફાળેશ્વર) નામના વ્યાજ વટાવનો ધંધો કરતા વ્યાજખોર પાસેથી રૂપીયાની જરૂર હોય જેથી આ કામના ૩૦ ટકા જેટલા ઉચા વ્યાજે રૂ.૫૦,૦૦૦/- લીધા હતા. જેને લઈ વ્યાજખોરે ફરિયાદી પાસેથી કયવન્ના પાસેથી ૦૪ કોરા ચેક મેળવી બળજબરી પુર્વક ધમકી આપી રૂપીયા- ૭,૫૦,૦૦૦/- નુ હાથ ઉછીના પૈસા લીધેલાનુ લખાણ કરાવી લઇ તેમજ આશરે રૂ-૨,૦૦,૦૦૦/- જેટલી વ્યાજની રકમ વસુલી હજી પણ વધુ પૈસા પડાવવાના હેતુથી ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી વધુ વ્યાજના રૂપીયાની પઠાણી ઉઘરાણી કરતા આખરે પીડિતે કંટાળી સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.