મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ને એક ઈસમ દ્વારા વિડીયો વાયરલ કરીને સોશિયલ મીડિયામાં વિડિયો પોસ્ટ કરીને બેફામ ગાળો આપીને ગર્ભિત ધમકી આપતો હોય તે રીતનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે જેને લઈને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ભાજપના કાર્યકર જયદીપભાઇ દેત્રોજાએ પોતાની ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સાહેદ કાંતિલાલ અમૃતિયા ભાજપના મોરબી માળીયા ના ધારાસભ્ય હોય જેને એક મહેશ બોરીચા નામના ઇસમ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો પોસ્ટ કરીને અભદ્ર ગાળો આપીને ગર્ભિત ધમકી આપવામાં આવી છે જેને લઈને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.