વાંકાનેરમાં છેતરપિંડીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પોરબંદરનાં એક શખ્સે વાંકાનેરના ખેડૂત પાસેથી તેનું ટ્રક અડધી રકમ ચૂકવી બાકીની રકમ પછી આપવાનું કહી ખરીદી કરી લઈ ગયેલ હોય જે નાણાં ઈસમે નહિ ચૂકવી ખેડૂત સાથે છેતરપિંડી કરતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં મહીકા ગામે રહેતા કુલદીપભાઇ નરોતમભાઇ મીણીયા નામના ખેડૂતના માલીકીનું રૂ.૫,૫૦,૦૦૦/-ની કિંમતનું જી.જે.-૦૩.એ.ટી.-૪૬૨૪ નંબરનું ટ્રક ભુરાભાઇ દાનાભાઇ મોરી (રે.રાતડી તા.જી.પોરબંદર) નામના શખ્સે ખરીદ કરી અડધી રકમ ચૂકવી બાકીની રકમ રૂ. ૨,૭૫,૦૦૦/-ની નહી ચુકવી ફરીયાદીના નાંણા ઓળવી જઇ ઠગાઇ કરતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ઈસમ વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.