મોરબીમાં બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી એક પરિણીતાને ચાર જેટલા ઈશમોએ કેફી પ્રવાહી પીવડાવીને દુષ્કર્ આચર્યાની ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
આ બનાવની વિગત મુજબ ગઈકાલે રાત્રે મોરબીમાં બ્યુટી પાર્લર સલૂન ચલાવતી પરિણીતાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે તે કામ અર્થે પોતાના સલૂન પર ગઈ હતી ત્યાર બાદ બાજુની ઓફિસમાં ગયેલ હતી જ્યાં ચાર ઇસમો હાજર હતા અને તેને કેફી પ્રવાહી પીવડાવવામાં આવેલ હતું જે બાદ તે બેભાન અવસ્થા જેવી થઈ ગઈ હતી અને જ્યારે તે ભાનમાં આવી ત્યારે એક આરોપી ધરમ ઉર્ફે ટીટો કઢંગી હાલતમાં તેની બાજુમાં સૂતો હતો જેથી પરિણીતાને તેની સાથે અજુગતું બન્યાની જાણ થઈ હતી અને પરિણીતાએ તેના પતિને ફોન કર્યો હતો અને આરોપીને ઓફિસનો દરવાજો ખોલવા જણાવ્યું હતું પરંતુ આરોપી ઓફિસ નો દરવાજો ન ખોલ્યો. થોડી જ વારમાં પરિણીતાના પતિ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને ફરિયાદી પરણીતાએ તેની સાથે કંઈક અજુગતું બની આવવાનું જણાવ્યું હતું જે બાદ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર પણ અપાય હતી અને તેણીની સાથે દુષ્કર્મ થયાનું માલુમ પડતા ચાર આરોપી ધરમ ઉર્ફે ટીટો ચૌહાણ,અભી પટેલ,યશ દેસાઈ અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે સાથે જ આરોપીઓએ પરણીતાને જાતિ પ્રત્યે અપમાનિત કર્યાની પણ ફરિયાદ નોંધાઇ છે સમગ્ર મામલે હાલની તપાસ એસી એસટી સેલના ડિવાયએસપી ,પી એસ ગોસ્વામી ચલાવી રહ્યા છે.