Tuesday, November 26, 2024
HomeGujaratરાજકોટ PGVCLનાં જોઈન્ટ મેનેજીંગ ડાયરેકટરની કાર સાથે અકસ્માત સર્જી ગેરવર્તણુંક કરતા ઇસમ...

રાજકોટ PGVCLનાં જોઈન્ટ મેનેજીંગ ડાયરેકટરની કાર સાથે અકસ્માત સર્જી ગેરવર્તણુંક કરતા ઇસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

ટંકારામાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં રાજકોટથી ભુજ જતી રાજકોટ PGVCLનાં જોઈન્ટ મેનેજીંગ ડાયરેકટરની કારનું લજાઈ ગામ પાસે કમ્ફર્ટ હોટેલ પાસે એક્સેન્ટ ગાડી સાથે અકસ્માત સર્જાતા કારમાં નુકશાન થયું હતું. જે સમગ્ર મામલે મોરબી PGVCLનાં કાર્યપાલક ઇજનેર દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ PGVCLનાં જોઈન્ટ મેનેજીંગ ડાયરેકટરની જી.જે.૦૩.સી.ઈ.૮૭૨૨ નંબરની કાર ગઈકાલે તા-૦૮/૦૨/૨૦૨૩ ના રોજ રાજકોટથી ભુજ જતી હતી. ત્યારે તેને ટંકારાના લજાઈ ગામ પાસે કમ્ફર્ટ હોટેલ પાસે જી.જે.૦૩.જે.સી. ૧૮૮૮ નંબરની એક્સેન્ટ ગાડી સાથે અકસ્માત સર્જાયો હતો. જે સમગ્ર મામલે જોઈન્ટ મેનેજીંગ ડાયરેકટરની કારના ડ્રાઈવર અશ્વીનકુમાર ભીખાલાલ સરવૈયા દ્વારા મોરબી PGVCLના કાર્યપાલક ઇજનેર જયેશગીરી ચંદ્રકાંતગીરી ગોસ્વામીને જાણવામાં આવતા તેઓ તથા નાયબ ઇજનેર ઇકબાલભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને તેઓએ એક્સેન્ટ ગાડીના ચાલક આરોપી માનવ પ્રશાંતભાઈ વઘાડીયા પાસે ડ્રાયવીંગ લાયસન્સ બાબતે પુછતા ન હોવાનુ આરોપી દ્વારા જાંબવવામાં આવ્યું હતું. તેમજ તેના દ્વારા તેનો વાંક હોવા છતા ફરિયાદી સાથે માથાકુટ અને ગેરવર્તન કરતા તેમજ કારમાં નુકશાન પહોંચાડતા સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!