સોશિયલ મીડિયાની ઉપયોગીતા સામે તેનો દૂર ઉપયોગ પણ વધ્યો છે. હળવદમાં સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનનો દૂર ઉપયોગ કરી સગીરાને બદનામ કરવાની કોસીસ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જેમાં ભોગ બનનારે સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદનાં ગ્રામ્ય વિસ્તારની યુવતીના નામે મહેશ રણછોડભાઈ કોળી (રહે.વેગડવાવ) નામના શખ્સે ઇન્સ્ટાગ્રામમાં ફેક આઇ.ડી બનાવી મેસેજમા ફરીયાદીની બદનામી થાય તેવા બિભત્સ મેસેજ કરી તેમજ ફરીયાદીનો પ્રોફાઈલ ફોટો રાખી ઇન્સ્ટાગ્રામમા મોકલી તેમજ સોશીયલ મીડીયા દ્વારા હેરાન પરેશાન કરતા મહેશ રણછોડભાઈ કોળી તથા તપાસમાં ખુલે તે ઈસમો વિરુદ્ધ યુવતીએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.