હળવદમાં ભલગામડા ગામની સીમમાંથી વધુ એક લેન્ડગ્રેબિંગની ઘટના સામે આવી છે. જેમાં 7 ઈસમોએ હળવદના જ એક યુવકની જમીન પર ગેરકાયદેર રીતે કબજો કરી જમીન પચાવી પાડતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં લેન્ડગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતીઅ અનુસાર, હળવદના આનંદ પાર્ક સરા રોડ ખાતે રહેતા જયેશભાઇ વાસુદેવભાઇ કારોડીયા નામના યુવકનાં માતાના નામે આવેલ માલીકીની ભલગામડા ગામની સીમ સર્વે નં.૨૨૯ ખાતા નં.૨૭૬ ની જમીન બાજુબેન માવુભાઇ રજપુત, ઘનશ્યામભાઇ માવુભાઇ રજપુત, વીરમભાઇ માવુભાઇ રજપુત, ગગજીભાઇ માવુભાઇ રજપુત, નારસંગભાઇ માવુભાઇ રજપુત, રાજુભાઇ માવુભાઇ રજપુત તથા કસુબેન માવુભાઇ રજપુત (રે.બધા ભલગામડા હળવદ) નામના શખ્સોએ સંપુર્ણ પણે બળજબરી પુર્વક ઇરાદા પુર્વક ગેરકાયદેર રીતે કબજો કરી જમીન પચાવી પાડી આર્થિક ઉપજ મેળવી ફરિયાદીએ જમીન પરત આપવાનુ કહેવા જતા આરોપીઓએ બોલાચાલી કરી ઝગડો કરી હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે ઘનશ્યામભાઇ, વીરમભાઇ, ગગજીભાઇ માવુભાઇ રજપુત, નારસંગભાઇ માવુભાઇ રજપુત તથા રાજુભાઇની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.