મોરબી નવલખી રોડ પર અક્સ્માત થવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મોરબી-નવલખી રોડ ઉપર ગોરખીજડીયા ગામના પાટીયાપાસે ગત તા.૨૪/૦૯/૨૦૨૩ ના રોજ આઇ -20 કાર ચાલકે વાહન પુર ઝડપે ચલાવી ટ્રક ટેઈલર ઓવર ટેક કરી સામેથી આવતી રિક્ષાને ઠોકર મારી પલટી મરાવી દેતાં તેમાં સવાર છ લોકોને ઇજાને પહોંચાડતા અજાણ્યા કાર ચાલક કાર મૂકી ફરાર થયો હતો. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના મકરાણીવાસ બ્રાહ્મણ ભોજન શાળા પાછળ વાંકાનેર દરવાજા પાસે રહેતા અને અભ્યાસ કરતા શેરબાનું યુસુફભાઈ અજમેરી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, મોરબી- નવલખી રોડ ઉપર ગોરખીજડીયા ગામના પાટીયાથી એકાદ કિલોમીટર જેપુર ગામ બાજુ ગત તા.૨૪/૦૯/૨૦૨૩ નાં રોજ GJ-36-L-0836 નંબરની આઇ – 20 કારના ચાલકે પોતાના હવાલાનું વાહન પુર ઝડપે અને બેદરકારી ભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેફીકરાયથી ચલાવી આવી ટ્રક-ટ્રેઇલરને ઓવરટેક કરી GJ-36-U-8848 નંબરની સી.એન.જી. રીક્ષાને સામેથી ઠોકર મારી પલટી મરાવી દેતા ફરીયાદીના ચહેરા પર તેમજ બંન્ને ઢીંચણ તથા બંન્ને કોણીના ભાગે છોલછાલની ઇજા પહોંચાડી, ફરિયાદીના ફઇની દીકરી આર્જુને જમણા હાથે કોણીના ભાગે તેમજ ચહેરા ઉપર ડાબી બાજુના ભાગે ઇજા તેમજ માથાના ભાગે ઇજા પહોંચાડી, ફઇના દીકરા મુસ્તકીમને ડાબા પગના ઘુંટણના ભાગે ફ્રેકચર તેમજ ચહેરા ઉપર તથા વાંસાના ભાગે છોલછાલ ની ઇજા પહોચાડી તેમજ ફઇની દીકરી મહેજબિન ને જમણા પગના ઘુંટીના ભાગે ફ્રેકચર તથા જમણા હાથમાં છોલછાલ ની ઇજા પહોંચાડી અને ફઇનો દિકરા રેહાનને ડાબા હાથમાં ફ્રેકચર તથા જમણા પગની પેનીના ભાગે ફ્રેકચર તેમજ ચહેરા ઉપર છોલછાલ ની ઇજા પહોંચાડી તે ઉપરાંત કાકાનો દિકરા મોહીનભાઇનો ડાબા પગનો અંગુઠો કપાઇ ગયેલ તેમજ જમણી આંખથી ઉપર નેણના ભાગે તેમજ જમણા ખાભાના ભાગે ચીરો પાડી દિધેલ તેમજ પાછળ ગુદાના ભાગથી ઉપરના ભાગે ચીરો પાડી દીધેલની ગંભરી ઇજા પહોંચાડી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા વગર પોતાની આઇ -20 કાર રોડ પર રેઢી મૂકી નાશી જતાં ઈસમ વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાયો છે.